(N/A) જેમ નામ સૂચવે છે (Gr.,Amphi : બેવડું,bios : જીવન),ઉભયજીવીઓ જલીય તેમજ સ્થલીય એમ બંને નિવાસસ્થાનોમાં રહી શકે છે.
$\rightarrow$ તેમનામાંના મોટાભાગના સજીવોમાં બે જોડ ઉપાંગો હોય છે.
$\rightarrow$ શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત હોય છે.
$\rightarrow$ કેટલાકમાં પૂંછડી હાજર હોઈ શકે છે.
$\rightarrow$ ઉભયજીવીઓની ત્વચા ભીની (ભીંગડા વગરની) હોય છે.
$\rightarrow$ આંખોમાં પોપચાં હોય છે.
$\rightarrow$ કર્ણપટલ (tympanum) કાનનું પ્રતિનિધિત્વ કરે છે.
$\rightarrow$ પાચનમાર્ગ,મૂત્રજનનમાર્ગ અને પ્રજનનમાર્ગ એક સામાન્ય કોટરમાં ખુલે છે જેને અવસારણી (cloaca) કહે છે,જે બહારની તરફ ખુલે છે.
$\rightarrow$ શ્વસન ઝાલરો,ફેફસાં અને ત્વચા દ્વારા થાય છે.
$\rightarrow$ હૃદય ત્રિખંડી હોય છે (બે કર્ણકો અને એક ક્ષેપક).
$\rightarrow$ આ અસમતાપી (શીત રુધિરવાળા) પ્રાણીઓ છે.
$\rightarrow$ લિંગભેદ જોવા મળે છે (નર અને માદા અલગ હોય છે).
$\rightarrow$ ફલન બાહ્ય પ્રકારનું હોય છે. તેઓ અંડપ્રસવી છે અને વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે.